23 નવેમ્બરે સ્કાય મોલ સિનેમાગૃહ ખાતે યોજાશે સ્પેશ્યિલ શોમોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને હોદ્દેદારો માટે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ ચોક્કસ ઘટનાની વાસ્તવિકતા દર્શાવવા માટે ફિલ્મ એ સર્વોત્તમ માધ્યમ છે ત્યારે વાસ્તવિકતાથી માહિતગાર થવા ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોવા માટેનું આયોજન તારીખ 23 નવેમ્બર ને શનિવારે સવારે 10 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સિનેમા ગૃહ ખાતે કરવામાં આવ્યું છે. સંગઠનના વર્તમાન તથા માજી હોદ્દેદારો, અલગ અલગ મોરચા- સેલના વર્તમાન તથા માજી હોદ્દેદારો, વર્તમાન તથા માજી કાઉન્સિલરો તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વર્તમાન તથા માજી અને સદસ્યો વગેરે માટે આ એક સ્પેશિયલ શો રાખવામાં આવ્યો છે. અપેક્ષિત શ્રેણીમાં આવતા મોરબી શહેરના કાર્યકર્તાઓએ લાખાભાઈ જારીયા, રીસીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા, મોરબી તાલુકા માટે બચુભા રાણા તથા માળિયા તાલુકા માટે મણિલાલ સરડવા, મનીષભાઈ કાંજીયા તથા અરજણભાઈ હુંબલનો સંપર્ક કરવા જણાવાયું છે.