ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના હિત માટે આર્ટસ અને કોમર્સમાં 100-100 બેઠકો વધારવા કરાઈ ભલામણમોરબી: વાંકાનેર ખાતે આવેલી એચ.એન. દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે બેઠકો વધારવા બાબતે 67-વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રધુમન ગનુભાઈ વાજાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.શિક્ષણ મંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એચ.એન. દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ વાંકાનેર વર્ષ 1971થી કાયમી જોડાણવાળી ગ્રાન્ટેબલ કોલેજ છે. આ કોલેજમાં વાંકાનેર તાલુકાના ગરીબ તેમજ મધ્યમ વર્ગના 1300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્ટાફમાં ઘટાડો હોવાના કારણે કોલેજ નેક (NAAC) પ્રોસેસમાં જઈ શકી નથી. કોલેજમાં છેલ્લા 13 વર્ષથી ઇન્ટેકમાં વધારો કરી આપવામાં આવતો હતો. જો વધુ એક વર્ષ માટે ઇન્ટેક વધારી આપવામાં આવે તો સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થાય તેમ છે.હાલમાં કોલેજની GCAS વેબસાઇટ પર આઇડીમાં કોમર્સના 72 તેમજ આર્ટસના 189 મળીને અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. આ બાબત તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ડિવિઝનમાં વધારો કરવાને બદલે આગામી વર્ષ માટે આર્ટસમાં 100 અને કોમર્સમાં 100 બેઠકોનો ઇન્ટેક વધારો મંજૂર કરવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મંત્રી કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી છે.#MorbiUpdate #Wankaner #WankanerCollege #EducationNews #JitubhaiSomani #MorbiNews #CollegeAdmission #GCAS