ધારાસભ્યે ગ્રામજનોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આજે દેરાળા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ઠાકરબાપાના મંદિરે દર્શન કર્યા હતા, જ્યાં સરધારકા ગામના મતદારોએ જીતુભાઈ સોમાણીને પેંડા અને સાકરથી જોખીને પોતાની માનતા પૂરી કરી હતી. આ સાથે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ દેરાળાના ગ્રામજનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સ્થળ પર જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને ગ્રામજનોના પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.