વાંકાનેર : વાંકાનેરના કુબાપીઠ રઘુનાઝતી મંદિરના અગિયારમાં આચાર્ય મહંત છબીરામદાસજી મહારાજે ગત 30 જુલાઈના રોજ દેહત્યાગ કર્યો હતો. ત્યારે ગઈકાલે 31 જુલાઈના રોજ તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના લોકોએ અંતિમ દર્શન કરીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.અંતિમ દર્શન બાદ છબીરામદાસજી મહારાજની અંતિમ પાલખીયાત્રા નીકળી હતી. જેમાં વાંકાનેર માર્કેટ ચોક ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોએ અંતિમ દર્શન કરીને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી.