વાંકાનેર : આજ રોજ 67 - વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં કુચીયાદડ ગામ થી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડનું ખાતમુહૂર્ત તેમજ ગુંદા ગામથી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, સહિત બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.