મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા આજે ગાંધીનગર ખાતે બેઠકમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન તેઓની તબિયત લથડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબી- માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા આજે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં ભાગ લેવા માટે ગયા હતા. આ દરમિયાન ગાંધીનગર ખાતે તેઓની તબિયત બગડતા તાત્કાલીક તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય મેરજાના પરિવારજનો પણ ગાંધીનગર દોડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે હાલ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તબીબો દ્વારા તેઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. જોકે ધારાસભ્ય મેરજાના પુત્ર સનીભાઈ એ જણાવ્યું હતું કે તેમને તાવ આવ્યો છે અને હાલ તેમની તબિયત સુધારા પર છે. અને કાલ સુધીમાં હોસ્પિટલ માંથી રજા આપી દેશે તેવી શકયતા છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en