હળવદ : રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કૂલ 160 જેટલી નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ શાળાઓમાં હળવદ અને ધ્રાંગધ્રા તાલુકામાં કૂલ 5 સરકારી માધ્યમિક શાળાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ મંજૂરી બદલ હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.મહત્વનું છે કે, હળવદ અને ધ્રાંગધ્રા તાલુકામાં કૂલ 5 નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકામાં નારીચાણા અને થળા જ્યારે હળવદ તાલુકામાં પલાસણ, બુટવડા અને સુરવદર ગામે માધ્યમિક શાળાને મંજૂરી મળી છે. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, દીકરીના ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને આપણા વિધાનસભા વિસ્તારનું ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ બહુ મહત્વનું ગણાય છે. વધુમાં વધુ આપણા વિધાનસભાને માધ્યમિક શાળાની મંજૂરી મળી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો આભાર વ્યક્ત કરું છુ. આ શાળાઓ થકી છેવાડાના ગામો સુધી બાળકોને શિક્ષણ પ્રાપ્ત થશે તેમજ દીકરીઓના સાક્ષરતા તેમજ શિક્ષણ મેળવવાની ટકાવારીમાં વધારો થશે.