મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે લીલાપર ખાતે પોતાના પરિવાર સાથે જઈને મતદાન કર્યું હતું. મતદાન મથકે પહોંચીને તેમણે અને તેમના પરિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મતદાન કર્યા બાદ લોકોને પણ આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો. તેઓએ ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ સમજીને 100 ટકા અચૂક મતદાન કરવું જોઈએ.#MorbiUpdate #MorbiNews #Tankara #Paddhari #Lilapar #Election #Voting #GujaratElection