મોરબી-માળીયા બેઠક ઉપર બ્રિજેશભાઈનો વિજય થતા રાજકોટ ગ્રામ્યના લાખાભાઈ સાગઠિયાએ માનતા પૂર્ણ કરી મોરબી : મોરબી - માળીયા વિધાનસભા બેઠક ઉપર બ્રિજેશભાઈ મેરજાનો વિજય થતા આજે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર બ્રિજેશભાઈની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી. સાકરતુલામાં બ્રિજેશભાઈનું વજન 89 કિલોગ્રામ થયુ હતું. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ મોરબી - માળીયા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રચાર સમયે બ્રિજેશભાઈ મેરજાનો વિજય થાય તો ધક્કાવાળા મેલડી માતાજીના મંદિરે બ્રિજેશભાઈનો સાકરતુલા કરવા માનતા રાખી હતી. બીજી તરફ કોરોના મહામારીને કારણે લાંબા સમયથી માનતા પૂર્ણ ન થઈ શકી હોય આજે મોરબી આવેલા લાખાભાઈ સાગઠિયાએ બ્રિજેશભાઈને સાકર ભારોભાર જોખ્યા હતા ત્યારે તેમનું વજન 89 કિલોગ્રામ થયુ હતું. મેલડી માતાજીના મંદિરે સાકરતુલા દરમિયાન મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, ભાવીનીબેન ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..