ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ માટે ફ્રી ચેકઅપ કેમ્પનું થયું આયોજન મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ધારાસભ્ય બ્રિજેશ મેરજનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યને પુસ્તક તથા મોમેન્ટો આપી તેઓને સત્કારવામાં આવ્યા હતા. તારીખ 10 જાન્યુઆરીને રવિવારે માળીયા-મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સત્કારવાનો એક કાર્યક્રમ લાઇન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્યને પુસ્તક તથા મોમેન્ટો આપી તેઓનું સન્માન કરાયું હતું. કોરોનાના કપરા સમય દરમ્યાન લાગુ થયેલા લોકડાઉનને લઈને લોકોને ઘેર રહેવા મજબૂર થવું પડ્યું હતું. ત્યારે પોતાની તેમજ પરિવારની સારસંભાળ કઈ રીતે લેવી, કઈ રીતે સ્વસ્થ રહેવું તેનું સતત માર્ગદર્શન પૂરું પાડનાર કોરોના વોરિયર્સ ડૉકટરો લાયન ડૉ. જયેશ પટેલ, લાયન ડૉ. પ્રેયસ પંડ્યા, ડૉ. સતીષ પટેલ, ડૉ. ભાવેશ થોરિયા તેમજ ડૉ. કૌશલ ચીખલીયાનું પણ પુસ્તક તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમ દરમ્યાન મોરબીની જાહેર જનતા માટે ડાયાબીટીસ તથા બ્લડપ્રેશરના દર્દીઓ માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઉક્ત કાર્યક્રમનું સફળ સંચાલન લાયન વિજયભાઈ સરાડવાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા લાયન પ્રમુખ, લાયન રવિન્દ્ર ભટ્ટ, લાયન સમીર ગાંધી, લાયન તુષારભાઈ દફ્તરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.