ગામ લોકોએ હાઇવે પર બેસીને રામધૂન બોલાવીમોરબી : આજરોજ સાંજના સુમારે બંધુનગર અને મકનસર વચ્ચે એક્સેલ સીરામીક પાસે ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાના અનુસંધાને છેલ્લા એક કલાકથી હાઇવે પર ચક્કાજામ કરતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. ઘટનાની જાણ થજા જ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા જ લોકોએ હાઇવે પર બેસીને રામધૂન બોલાવી હતી અને આ બાબતે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પણ ગ્રામજનો પાસેથી સમગ્ર સમસ્યાની વિગતો મેળવી હતી.