પાણી નિકાલની જગ્યા કરી આપવા અને ગામતળમાં ફેરફાર કરવા સહિતના મુદ્દે ધારાસભ્ય દુર્લભજીભાઈએ GIDC કમિશનરને તેમજ પૂર્વ સાંસદ કુંડારિયાએ કલેકટરને લખ્યો પત્રમોરબી : જાંબુડીયા-પાનેલી ગામના GIDCના પ્રશ્ને ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ એક્શનમાં આવ્યા છે. જેમાં પાણી નિકાલની જગ્યા કરી આપવા અને ગામતળમાં ફેરફાર કરવા સહિતના મુદ્દે ધારાસભ્ય દુર્લબજીભાઈએ GIDC કમિશનરને તેમજ પૂર્વ સાંસદ કુંડારિયાએ કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે.ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જીઆઇડીસી કમિશનરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવાયુ છે કે જાંબુડીયા-પાનેલી જી.આઈ.ડી.સી.માં સિરામિક પાર્ક જાંબુડીયા ગામના સર્વે નંબર ૧૪૬, પાનેલી ગામના સર્વે નંબર ૧૪૦ પૈકીમાં આશરે ૪૦૦ હેકટરમાં બની રહ્યો છે. તેમાં જાંબુડીયા, પાનેલી, કાલીકાનગર, લખધીરપુર ગામોની વિવિધ સમસ્યા છે. કુદરતી વરસાદના પાણીના વહેણ વોંકળા બંધ કરવામાં આવેલ છે. તે વહેણ વોકળા ખુલ્લા કરવામાં આવે જેથી કરીને વરસાદી પાણી ગામમાં ઘુસે નહિ. જે હાઈ સ્પીડના બ્લાસ્ટ કરવામાં આવે તે તાત્કાલીક બંધ કરાવવામાં આવે. પાનેલી ગામતળને ફરતી બાજુએ જી.આઈ.ડી.સી. દ્વારા ૪ ફુટ ભરતી ભરેલ છે. તેથી પાનેલી ગામતળમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી. જેથી ગામતળની બાજુમાં આવેલ વોંકળો જે છે તે ખુલ્લો કરવામાં આવે. જેથી કરીને પાણીનો નિકાલ થઈ શકે. સીતળામાંના મંદિરની પાછળના ભાગે આવેલ જગ્યા અનામત રાખવામાં આવે. ગામની માંગણી મુજબ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદુષણ કે અન્ય પ્રદુષણ ન ફેલાય જેથી કરીને ગામથી દુર જી.આઈ.ડી.સી. બનાવવામાં આવે. પાનેલી વિલેજ સીટ મુજબ સર્વે નંબર ૧૪૦ પૈકીમાં દર્શાવેલા માર્ગ તથા ખાનગી સર્વે નંબરોના ખેતરોમાં આવવા જવાનો માર્ગ રાખવામાં આવે.પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવાયુ છે કે પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામ આગેવાનોની રૂબરૂ રજુઆત મુજબ પાનેલી ગામે સર્વે નં.૧૪૦ પૈકીમાં સને ૧૯૯૩ માં એ ૩=૦૦ ગુ. તેમજ સને ૨૦૨૨માં ૨ હેકટર ગામ તળ મંજુર થયેલ છે.આ બન્ને ગામ તળની ફરતીબાજુ જી.આઈ.ડી.સી બનતા પાણી નિકાલનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ હોય આ ગામ તળને જુના ગામતળની લગોલગ આજ સર્વે નં.માં આવેલ શીતળા માતાજીનાં મંદિર પાછળની જગ્યામાં આ ફેરફાર કરવાથી ગામ લોકોના પ્રશ્નનો હલ થઈ શકે તેમ છે. તેમજ અંદાજીત જગ્યા ૧૯ હેકટર ફાળવવાથી ગામ લોકોની માંગણી મુજબની મંદિરની જગ્યા તેમજ વધારાની જગ્યા રાખવા તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.