મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચૂંટણીમાં જહેમત ઉઠાવેલ તમામ કાર્યકરો અને નવયુગના સ્ટાફનો આભાર વ્યક્ત કરવા સમારોહ અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી. ડી. કાંજીયા (પ્રમુખ, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન), સુરેશભાઇ દેસાઈ (પૂર્વ ચેરમેન મો. નગરપાલિકા), કિરીટભાઈ ફુલતરિયા (પ્રમુખ, પેપરમિલ એસો.), શિરીષભાઈ કાવર (માળીયા ભાજપ કન્વીનર), પ્રભુભાઈ ભૂત (સદસ્ય, મોરબી નગરપાલિકા), ભીમજીભાઈ ભાલોડિયા (આર.એસ.એસ. મોરબી), પરબતભાઇ રબારી (સામાજિક અગ્રણી), રોહિતભાઈ આગોલા (મોરબી ભાજપ અગ્રણી), સાગરભાઈ સદતીયા (સૌ.યુનિ.સેનેટ સભ્ય અને યુવા ભાજપ પ્રદેશ કન્વીનર) તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. આ કાર્યક્રમને નવયુગની ટિમએ જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate