પશુપાલકે વાડીનું શીંડુ તોડી નુકશાન કરતા ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં એક પશુપાલકે વાડીનું શીંડુ તોડી કપાસના તેમજ ડુંગળીના ઉભા પાકમાં પોતાના 10થી 15 જેટલા ગાયભેંસને ઘુસાડી ભેલાણ કરાવી ખેતર ખૂંદી નાખતા બનાવ અંગે વાડી માલિકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે ફારસર પાટી તરીકે ઓળખાતી સીમમાં વાડી ધરાવતા મહાદેવભાઈ ડાયાભાઇ ડાભી નામના ખેડૂતે પાનેલી ગામે જ રહેતા પશુપાલક મુન્ના રાણાભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની માલિકીની ચાર વિઘા જમીનમાં વાવેલ કપાસમાં એક પણ વિણ કર્યા વગરનો કપાસ તેમજ ડુંગળીનો રોપ અને ભમરા વાળી ડુંગળી ઉભી હોય જેમાં આરોપીઓએ વાડીનું શીંડુ તોડી પોતાની માલિકીના દસથી પંદર જેટલા ગાય અને ભેંસ ઘુસાડી ઉભો પાક ખૂંદી નાખી ભેલાણ કરાવી નુકશાન કર્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે પંચાયત ધારા મુજબ તેમજ બીએનએસ કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.___________________________________________રબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news___________________________________________