કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૩૭૬૦ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૬૭૭૭૩ સોદામાં રૂ.૧૩૭૬૦.૭૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું. જ્યારે બિનલોહ ધાતુઓ એકંદરે નરમ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), સીપીઓ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો થયો હતો. દરમિયાન, કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો ૧૪૯૬૪ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૯૭૮ અને નીચામાં ૧૪,૯૧૭ને સ્પર્શી પ્રથમ સત્ર સુધીમાં ૬૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૦ પોઈન્ટ ઘટી ૧૪૯૩૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો માર્ચ વાયદો ૧૫,૦૧૮ના સ્તરે ખૂલી, પ્રથમ સત્ર સુધીમાં ૧૫૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૨૭ પોઈન્ટ ઘટી ૧૪૯૩૭ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૧૨૨૭ સોદાઓમાં રૂ.૫૬૬૮.૬૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૮૦૮ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૮૫૭ અને નીચામાં રૂ.૪૬૬૬૬ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯ ઘટીને રૂ.૪૬૭૫૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૫૮૯ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૫૯ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૫ ઘટીને બંધમાં રૂ.૪૬૫૯૭ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૬૧૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૬૭૩ અને નીચામાં રૂ.૬૮૯૩૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫ વધીને રૂ.૬૯૩૫૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૪૫ ઘટીને રૂ.૬૯૫૧૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૦૦ ઘટીને રૂ.૬૯૪૧૨ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૪૭૬૨ સોદાઓમાં રૂ.૨૬૫૧.૦૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૧૭ અને નીચામાં રૂ.૪૪૨૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ વધીને રૂ.૪૫૦૭ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૪૦૪૯ સોદાઓમાં કુલ રૂ.૫૮૬.૧૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૭૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૭૨૦ અને નીચામાં રૂ.૨૧૬૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૦ ઘટીને રૂ.૨૧૬૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૬૮.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૬ ઘટીને બંધમાં રૂ.૧૦૬૨.૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૪૬ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૬.૭ અને નીચામાં રૂ.૯૪૦.૫ રહી, અંતે રૂ.૯૫૧.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪૭ અને નીચામાં રૂ.૧૨૩૯.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ ઘટીને રૂ.૧૨૪૩ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૦૫૫ સોદાઓમાં કુલ રૂ.૨૪૨૫.૩૭ કરોડ ની કીમતનાં ૫૧૮૮.૯૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૫૧૭૨ સોદાઓમાં કુલ રૂ.૩૨૪૩.૨૨ કરોડ ની કીમતનાં ૪૬૩.૪૫૪ ટન, ક્રૂડ તેલમાં ૧૮૭૪૭ સોદાઓમાં રૂ.૧૨૦૭.૨૨ કરોડનાં ૨૭૦૧૪૦૦ બેરલ્સ, કોટનમાં ૬૫૩ સોદાઓમાં રૂ.૭૩.૪૬ કરોડનાં ૩૩૪૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૩૦૦ સોદાઓમાં રૂ.૫૦૯.૬૦ કરોડનાં ૪૮૪૮૦ ટન, મેન્થા તેલમાં ૧૪ સોદાઓમાં રૂ.૧.૪૪ કરોડનાં ૧૫.૧૨ ટન, કપાસમાં ૧૪ સોદાઓમાં રૂ.૩૭.૩૨ લાખનાં ૬૦ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૫૧૪.૬૯૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૮૧.૯૩૪ ટન, ક્રૂડ તેલમાં ૫૮૮૯ બેરલ્સ, કોટનમાં ૨૭૭૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૦૦૨૦ ટન, મેન્થા તેલમાં ૪૬.૪૪ ટન અને કપાસમાં ૨૩૨ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦.૫ અને નીચામાં રૂ.૮૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૫.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૦ અને નીચામાં રૂ.૪૫૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬૨ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૪૦ અને નીચામાં રૂ.૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૫.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨ ખૂલી, ઊપરમાં રૂ.૪ અને નીચામાં રૂ.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૯.૯ અને નીચામાં રૂ.૧૩૬.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૮.૭ અને નીચામાં રૂ.૧૨૩.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૬.૫ બંધ રહ્યો હતો.