વાંકાનેર : વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે સરકારે આખા ભારતમાંથી 6 જેટલી વ્યક્તિ અને એમાં ગુજરાતમાંથી એક માત્ર વાંકાનેરના મિટ્ટીકુલવાળા મનસુખભાઈને દિલ્હી બોલાવીને સરકારે તેમના મંતવ્યો લીધા હતા. કેન્દ્રીય બજેટ 2023-24માં નાણામંત્રીએ પરંપરાગત કારીગરોને ટેકો આપવા માટે નવી યોજના પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માનની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં, પીએમ વિકાસ પર પોસ્ટ બજેટ વેબિનાર ગઈકાલે આયોજિત કરવામાં આવ્યો હતો. જેને વડાપ્રધાન દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અદ્યતન કૌશલ્ય પ્રશિક્ષણ અને આધુનિક સાધનો અને તકનીકની ઍક્સેસ' પર બ્રેકઆઉટ સત્ર યોજવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત પેનલિસ્ટ તરીકે વાંકાનેરના મિટ્ટીકુલના મનસુખભાઇ પ્રજાપતિને સરકાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી તેઓએ હાજરી આપી પોતાના મંતવ્યો આપ્યા હતા.