મોરબી : જી.સી.ઈ.આર.ટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી, શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા અને એમ.પી.દોશી વિદ્યાલય-ટંકારા દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025- 26નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર વિદ્યાલય મીતાણાના વિદ્યાર્થીઓ ચૌહાણ ક્રિષ્નાબેન મોહનભાઈ અને પારઘી વૈશાલી મહેશભાઈ એ રજૂ કરેલ હેલ્ધી વોશર(HEALTHY WASHER)કૃતિ જીલ્લા કક્ષાએ પસંદગી પામેલ છે. આ કૃતિ બનાવવા એમ.પી ભેંસદડીયા, આર.પી.રાઠોડ, વી.એસ.જાડેજાએ સહયોગ આપેલ તથા જરૂરી માર્ગદર્શન ગણેશભાઈ એન.દેવડા, રમેશભાઈ પી ઢેઢી તથા શાળાના આચાર્ય પ્રવીણચંદ્ર બી.વાટકીયા દ્વારા આપવામાં આવ્યું હતું.