ટંકારા : ટંકારાના મિતાણા ગામે રૂપિયા ૨૦૦ ઉછીના નહિ આપનાર અજય નામના યુવાનને મહેશ નામના યુવાને ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માથામાં પાણો ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ અજયભાઇ કિશોરભાઇ અગ્રાવત, ઉવ ૨૫ ધંધો- ડ્રાઇવીંગ રહે. મીતાણા વાળા પાસે મહેશભાઇ લાલજીભાઇ મકવાણા રહે. મીતાણા વાળાએ રૂપિયા ૨૦૦ ઉછીના માંગતા અજયે પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા આરોપી મહેશે ઉશ્કેરાઇ જઈ જેમફાવે તેમ ભુંડી ગાળો આપી પથ્થરનો ઘા માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અજય અગ્રાવતની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en