પોલીસે દર્દી સામે ગુનો નોંધી, તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામમાં હોમ ક્વોરન્ટાઇન કોરોનાગ્રસ્ત દર્દી નાસી ગયો છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં દર્દી સામે કોરોના અંગેની સરકારની ગાઈડલાઈનના ભંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મૂળ મધ્યપ્રદેશનો વતની, હાલ ટંકારા તાલુકાના મીતાણા ગામમાં ઓનેરી કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા 30 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આથી, તેને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ તે ગત તા. 13ના રોજ રાત્રે 4 વાગ્યા આસપાસ કન્ટેનમેન્ટ ઝોનમાંથી નાશી ગયો હતો. હજુ સુધી તેના સગડ મળ્યા નથી. આથી, લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.