મોરબી: 'રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર હિતમ'ના ધ્યેય સાથે કાર્યરત MISSION NEW INDIA - મિશન નવ ભારત (ગુજરાત) દ્વારા મોરબી જિલ્લાના સંગઠનમાં મહત્ત્વપૂર્ણ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આ નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નવી ટીમમાં કેયુરભાઈ કાસુન્દ્રાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની નિયુક્તિ થઈ છે. જિલ્લા મહામંત્રી તરીકે આર્યાનભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્રભાઈ શુક્લ, અને મહેશ સોલંકીને મહત્ત્વની ભૂમિકા સોંપવામાં આવી છે.ઉપપ્રમુખ પદ પર લાલુભા ઝાલા, યશપાલસિંહ રાઠોડ, અશ્વિનભાઈ મકવાણા, દિવ્યેશભાઈ સંઘાણી, અને બળવંતભાઈ આંબલીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી તરીકે આરસ અશોકભાઈ તરાણીય, વિપુલભાઈ ચારોલા, પરેશ વ્યાસ, હાર્દિકસિંહ ઝાલા, જયનીશભાઈ દેત્રોજા, અને જીજ્ઞેશ કોટડીયા સંગઠનને મજબૂત બનાવશે. યુવા શાખામાં તરુણભાઇ ગઢીયાને સ્થાન મળ્યું છે, જ્યારે યુવા શાખાના મહામંત્રી તરીકે ભાવેશભાઈ વરસડા અને પરમભાઇ જોલપરાની નિયુક્તિ થઈ છે.