મોરબી: મોરબી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા અને તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ગંભીર પરિસ્થિતિના પગલે, મોરબી જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને વળતર ચૂકવવાની માંગ સાથે મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને તેમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી ખેડૂતોની આ વર્તમાન સમસ્યાની જાણકારી ગુજરાત સરકાર સુધી પહોંચાડે. તેમજ પાક નુકસાનીનો સર્વે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે. અને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર જલ્દીથી મળે તે માટે નિવારણ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે.