મોરબી : આજ રોજ મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ અને સીમા જાગરણ મંચના યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં વડીલોને ફરાળ કરાવવામાં આવ્યું અને નાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિશન નવભારતના દરેક કાર્યકર્તા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે, એ જ રીતે આર્યનભાઈ ત્રિવેદીએ પણ પોતાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી આજની યુવા પેઢી માટે સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે.