ઓનલાઇન છેતરપિંડી થતા દેણામાં આવેલા યુવાને ઘર છોડ્યું મોરબી : મોરબીમાં ઓનલાઇન લોન લેવાના ચક્કરમાં જુદા-જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ લોનના નામે ફ્રોડ થતા આર્થિક ભીંસમાં આવેલો યુવાન ઘર છોડીને જતો રહેતા લાપતા યુવાનના ભાઈએ પોલીસમાં ગુમસુદા નોંધ કરાવી છે. મોરબીના નટવર પાર્કમાં રહેતા વીમલભાઇ વિષ્ણુપ્રસાદ ઠાકરે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના મોટાભાઈ રાહુલભાઇ વિષ્ણુપ્રસાદભાઇ ઠાકર (ઉ.વ.૪૭) ગત તારીખ 29 જુલાઈથી લાપતા બન્યા હોવાનું જાહેર કર્યું છે. વધુમાં ગુમ થનાર રાહુલભાઈએ ઓનલાઇન લોન માટે મોરબી ગામમાથી અલગ-અલગ માણસો પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય અને ઓન લાઇન તે પૈસા ભરી લેતા અને તેની લોન મજુર થયેલ નહી અને ઓન લાઇન ફોર્ડ થતા જેમની પાસેથી પૈસા લીધેલ છે તે લોકો ઉધરાણી કરતા હોવાથી આ પૈસા પોતે ભરી શકતો ન હોય ધરેથી કોઇ ને જાણ કર્યા વગર જતા રહ્યાનું જાહેર કર્યું છે. ગુમ થનાર રાહુલભાઈ શરીરે પતળા બાધાના, વાને ઘંઉ વર્ણા છે અને ઉંચાઈ છ ફુટ હોવાનું ગુમસુદા નોંધમાં જાહેર થયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..