મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી યુવતી લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેશ્વર રોડ ઉપર મધુસ્મ્રુતિ સોસાયટીના બ્લોક નં.૮૩ માં રહેતી દિવ્યા નિતીનભાઇ પરમાર (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા.૨૬ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેણીના પરિવારજનોએ ઘરમેળે પોતાના સગા-સબધીઓમાં તપાસ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતા નિતીનભાઇ ધરમશીભાઇ પરમાર આ બનાવ અંગે પોતાની પુત્રીની ગુમસુદા મોરબી બી ડિવિઝનમાં નોંધાવતા પોલીસે યુવતીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..