મોરબી : મોરબીમાં મકાનોની હોમલોન કરાવવાનુ કામ કરતો યુવાન અચાનક કોઈને કહ્યા વગર ઘેરથી ગુમ થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર લાઇન્સનગરમાં આવેલ સરમાળીયા દાદાના મંદીર પાસે રહેતો અને મકાનોની હોમલોન કરાવવાનુ કામ કરતો તેમજ ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરનાર ધીરજભાઇ વાલજીભાઇ ચાવડા (ઉ.વ.૨૨) નામનો યુવાન ગત તારીખ-૨૯ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસ્સામા ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો આજદિન સુધી પત્તો ન લગતા અંતે યુવાનના માતા મીનાબેન વાલજીભાઇ ચાવડાએ પોતાના પુત્રની પોલીસમાં ગુમસુંદા નોંધાવી છે. આથી, પોલીસે યુવાનની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..