યુવાન અચાનક ગુમ થઈ જતા મોરબીનો પરિવારજનો ચિંતાતુર મોરબી : મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલો યુવાન લાપતા થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાન અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતાતુર થઈ ગયા છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સોલાજ (તા. સુત્રાપાડા જીલ્લો ગીર સોમનાથ)ના વતની અને હાલ મોરબીના સામાંકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીની શેરી નં. ૧ માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા ભાવદિકભાઇ હિમતલાલ શ્રીમાળી (ઉ.વ.૧૯) નામનો યુવાન ગત તા.૧૮ ના સવારના પોણા આઠેક વાગ્યાના અરસ્સામા ઘરેથી કામ પર જવાનુ કહી ગયા નીકળી ગયો હતો. બાદમાં સમયસર ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ તેના મોબાઈલ ઉપર સંપક કર્યો હતો. પણ તેનો ફોન બંધ આવ્યો હતો. આથી પરિવારજનોએ ઘરમેળે તેની શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી તેનો પત્તો ન લાગતા અંતે તેના પિતા હિમતલાલ અંબાલાલ શ્રીમાળીએ પોતાનો પુત્ર ગુમ થયાની બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાવી હતી. આથી પોલીસે આ યુવાનની શોધખોળ હાથ ધરી છે.