મોરબી: શહેરના વાવડી રોડ પર રહેતા 59 વર્ષીય રિક્ષાચાલક જુસબભાઈ જીવાભાઈ સુમરા તારીખ 18 જાન્યુઆરીને સોમવારે વહેલી સવારે પોતાની સીએનજી રીક્ષા નંબર GJ-03- AU 4267 ઘેરથી લઈ પેસેન્જરના ફેરા કરવા નીકળ્યા બાદ ગુમ થયા છે. તેઓએ પોલીસ પહેરે છે એવા કલરનું ગરમ સ્વેટર તથા ગ્રે કલરનું પેન્ટ તથા પગમાં કાળા કલરના કાપડના સૂઝ પહેર્યા છે. ઉપરોક્ત ફોટા વાળી વ્યક્તિ કે રીક્ષા ક્યાંય જોવા મળે તો એમના પુત્ર કાસમભાઈ જુસબભાઇ સુમરા મોબાઇલ નંબર 9099141909, 7016775249 અથવા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા તેમના પરિવારે અપીલ કરી છે.