હળવદ : હળવદમાં રહેતી તરુણી ગુમ થઇ ગઈ હોવાનું સામે આવ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદમાં જુના આંબેડકર નગરમાં ઢવાણીયા દાદાની દેરી સામે રહેતી 19 વર્ષીય તરુણી ગત તા. 24ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. ગુમશુદા તરુણીના ભાઈ વિપુલભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ગુમશુદાની શોધખોળ કરી રહી છે.