ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતી પરણિતા તા.8 માર્ચના રોજ ઇમિટેશનનો માલ દેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બની હતી. આજદિન સુધી મહિલાની ભાળ ન મળતા અંતે તેના પતિએ ટંકારા પોલીસ મથકે ગુમુસુંદા નોંધાવી હતી. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નસીતપર ગામે રહેતી નયનાબેન મહેશભાઇ (ઉ.વ. ૪૧) નામના પરણિતા ગત તા.૮ ના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સમયે નસીતપર ગામમા રહેતા લખમણભાઇના ઘરે ઇમીટેશનનુ કામ કરતી હતી. તેના ઘરે માલ દેવા જાવ છુ તેમ કહીને ઘરેથી નીકળી ગયેલ છે તે ઘરેથી ગયેલ ત્યારે લીલાકલરની સાડી બ્લાઉઝ તથા ચણીયો પહેરેલ હતો અને તે તેની સાથે થેલીમા તેનુ આધારકાર્ડ તથા રેશનકાર્ડ તથા રોકડા રૂ. ૨૦૦૦ તથા કાનમા સોનાની બુટી પહેરેલ હતી અને તેમની પાસે મોબાઇલ ફોન હતો. પણ તે ફોન બાદમાં બંધ આવે છે. આથી આ પરણિતાનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે તેમના પતિ મહેશભાઇ છોટાલાલા સૈજાએ ટંકારા પોલીસ મથકે પોતાની પત્નીનું ગુમસુદા નોંધ કરાવતા ટંકારા પોલીસે ગુમ થનાર પરણિતાની શોધખોળ હાથ ધરી છે.