જેટલા પાણીની આવક થશે તેની મેળે ક્રેસ્ટ લેવલ (દરવાજાના નીચેના ભાગ)થી ઓવરફ્લો થઈને પાણી જતું રહેશે, હાલ ડેમ ક્રેસ્ટ લેવલથી 3 ઇંચ ઓવરફ્લોમોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજાનું હજુ પરચુરણ કામ બાકી છે. તેવામાં વરસાદ આવતા પાણીની આવક નોંધાય છે. પરંતુ હાલ દરવાજાનો ઉપયોગ કરી શકાય તેમ નથી. તમામ દરવાજા ખૂલેલી હાલતમાં છે. એટલે જેટલા પાણીની આવક થશે. તે પ્રમાણે આપમેળે ક્રેસ્ટ લેવલથી ઓવરફ્લો થઈને પાણીની જાવક થતી રહેશે.ડેમના સેક્સન ઓફિસર ભાવિન પનારાએ જણાવ્યું કે ક્રેસ્ટ લેવલ એટલે દરવાજાનો નીચેનો ભાગ. અત્યારે ડેમના ગેટ બદલવાની કામગીરી પુરી થઈ ગયેલી છે. પ્રાઇમરી ટેસ્ટીંગ કરી જે માઇનોર ફોલ્ટ આવે તે રીપેર કરવાના હોય જેને પરચૂરણ કામગીરી કહી શકાય. આ કામગીરી બાકી છે. જેને બેથી ત્રણ દિવસનો સમય લાગશે. આ કામગીરી થયા બાદ યાંત્રિક વિભાગ ડેમને હેન્ડઓવર કરશે. અત્યારે રીપેરીંગની કામગીરી બાકી હોવાથી ગેટ બંધ કરેલા નથી. હાલ વરસાદને કારણે પાણીની આવક ચાલુ છે. ક્રેસ્ટને 3 ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી 1170 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.