વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં અલાવદીભાઈ સાવદીભાઈ વાદીની વાડીએ વીજ શોક લાગતા મૂળ મધ્યપ્રદેશના વતની ભદુ લીમસિંહ માવી ઉ.13 રહે.હાલ ખેરવા ગામની સીમ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.