પરિવારજનોને જમવાનું આપવા આવેલ સગીર બાળકને કાળનું તેંડુમોરબી : મોરબીના રવાપર નજીક એસપી રોડ ઉપર નવા બની રહેલા બિલ્ડીંગમાં પાંચમા માળે પરિવારજનોને જમવાનું આપવા આવેલ સગીર બાળકનો પગ લપસી જતા લિફ્ટ ગાળામાંથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે એસપી રોડ ઉપર નવા બની રહેલા ગોલ્ડન હાઇટ્સ બિલ્ડીંગમાં પાંચમા માળે પરિવારજનોને જમવાનું આપવા આવેલ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કરમસિંહ નવલસિંહ બામનીયા ઉ.16 નામના સગીર બાળકનો પગ લિફ્ટ ગાળા પાસે લપસી જતા પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.