ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં નરેશભાઈ તરસીભાઈ ચીકાણીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેતમજૂર ભદુભાઈ ખુમસિંહ મોર્યા ઉ.16 નામના સગીરે તા.20ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખાતે લઈ જતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.