મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર ગોકુલ ફાર્મની સામે ગઈકાલે બપોરના સમયે વીજ થાંભલા પર બેઠેલા કબૂતરને ઉતારવા માટે થાંભલા પર ચડેલા કરણ ઉર્ફે ક્લો દિનેશભાઈ દેગામા ઉ.12 નામના સગીરને વીજ શોક લાગતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.