હળવદના રણજીતગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં બનાવ બન્યો હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરાને પોતાના વતનમાં શરદપૂનમના મેળામાં જવાની તેણીના પિતાએ ના પાડતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં વરૂણભાઇ ગીરીશભાઇની વાડીએ રહી ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની શંકરભાઇ સેંગાભાઇ તડવી સગીર પુત્રીને પોતના વતનમાં યોજાતા શરદપૂનમના મેળામાં જવું હોય જેથી કામને કારણે શંકરભાઈએ વતનમાં જવાની ના પડતા સગીરાને લાગી આવતા વાડીએ આવેલ મકાનના રૂમમા ધાબાના હુકમા દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.