હળવદ તાલુકાના નવા દેવળીયા ગામનો બનાવહળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા ખેતશ્રમિક પરિવારની સગીરાને તેણીના પિતાએ મોબાઈલમાં વીડિયો જોવાની ના પાડતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની કમલેશભાઈ કંચનભાઈ નાયકે તેમની 16 વર્ષની પુત્રી કિંજલને મોબાઈલમાં વીડિયો જોવાની ના પાડી ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.