મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ગાંધી જયંતિની કરી ઉજવણીમોરબી અપડેટ: આજે ગાંધી જયંતી નિમિતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓની ટીમ સાથે મળીને મહાત્મા ગાંધીજીને સુતરની આંટી પહેરાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશને આઝાદ કરાવનાર ગાંધીજી ગુજરાતના પનોતા પુત્ર છે અને આપણે નસીબદાર છીએ. સૌએ ગાંધીજીના વિચારોને આગળ વધારવાની દિશામાં કામ કરવું જોઈએ.વધુમાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સ્વચ્છતાના આદેશનો ઉલ્લેખ કર્યો હતો અને મહિનામાં એકવાર સ્વચ્છતા અંગે વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. કાંતિભાઈએ ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના કચરાના કારણે રખડતી ગાયો અને અન્ય પશુઓને ભારે નુકસાન થાય છે. પશુઓ પ્લાસ્ટિક ખાઈ જાય છે, જે તેમના પેટમાં જમા થવાથી તેઓ બીજો ખોરાક ખાઈ શકતા નથી અને તેમને ઘણી તકલીફ પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમણે લોકોને પાયાથી જ સંકલ્પબદ્ધ બનીને પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા અપીલ કરી હતી. જો લોકો જાતે જ પ્લાસ્ટિક વાપરવાનું ટાળશે તો ભવિષ્યમાં ધીમે ધીમે આ પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #KantibhaiAmrutiya #SwachhBharat #PlasticFree #AnimalWelfare #GandhiJayanti