મોરબી : મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ 12-12-3024 ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે.સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલ 12 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે મોરબી કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંકલનની સમિતિ બેઠક અન્વયે મંત્રી મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરશે.