જેતપર રોડ ઉપર ખાડાને કારણે ભયજનક હાલત થઈ હોવાના મોરબી અપડેટે સાક્ષાત્કાર કરાવતા રાજયમંત્રી બ્રિજેશ મેરજા હરકતમાં આવ્યા અને તંત્રને તાકીદે રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની સૂચના આપતા તંત્ર દોડતું થયું મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર-પીપળી રોડની હાલ એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે આ રોડ ઉપર પસાર થતી વખતે ભૂલેચૂકે ગફલત થઈ તો આવી જ બન્યું સમજો. આખા રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા છે. એ પણ જેવા તેવા નહિ જીવ લઈ લે એવા મસમોટા જીવલેણ ખાડાઓને કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો અસલામત બની ગયા છે. આ રોડ પહેલાથી ખરાબ હતો. બાકી બચ્યું હતું એ વરસાદે પૂરું કરી નાખ્યું છે. ખરાબ રહેલો જેતપર પીપલી રોડ વરસાદથી એટલી હદે ખતરનાક બની ગયો હોવાનો મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ આ બાબતની ગંભીર નોંધ લઈને તંત્રને તાકીદે રોડનું રીપેરીંગ કરવાની સૂચના આપતા તંત્ર દોડતું થયું હતું.