મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તાર ખાતે તાજેતરમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રોડ-રસ્તાના ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા હસ્તકની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર રોડ-રસ્તાના ખાતમૂહુર્ત પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અહીંની સ્થાનિક નાની બાળાઓને આગળ કરીને તેમના હસ્તે ખાતમૂહુર્ત કરાવીને બાળાઓનું સન્માન કરેલ હતું. આ ખાતમૂહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક નગરપાલિકાના સદસ્ય મનુભાઇ બરાસરા તેમજ અગ્રણીઓ સુરેશભાઇ સિરોયા, કે.કે. પરમાર સહિત સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..