ગૃહમંત્રી નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશેમોરબી : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે, 24 જુલાઈ, 2025 ના રોજ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બંને જિલ્લાના નાગરિકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશે.પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે ગૃહ રાજ્યમંત્રી કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો સાથે સીધો સંવાદ કરશે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે, સાંજે પાંચ વાગ્યે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી ખાતેની એસપી કચેરી ખાતે આવશે. અહીં તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.