રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ ઉંડા આઘાતની લાગણી વ્યકત કરી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી મોરબી : ઊંઝાના ધારાસભ્યના ડો.આશાબેન પટેલનું આજે નિધન થયું છે. રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ઊંઝાના ધારાસભ્યના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમજ તેમના આદર્શ વ્યક્તિત્વને યાદ કરી આઘાતની લાગણી વ્યકત કરી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી છે. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ઊંઝાના ધારાસભ્યના ડો.આશાબેન પટેલના અવસાનથી રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે. તેમના અણધર્યા અવસાનના સમાચારથી તેઓ અને સમગ્ર ભારતીય જનતા પક્ષના હોદેદારો અને કાર્યકરોએ ઉડા આઘાતની લાગણી અનુભવી છે અને તેમના અવસાનથી તેમણે પણ ભારે દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો. સ્વ.આશાબેન પ્રોફેસર હોવાની સાથે એક ધારાસભ્ય તરીકે હમેશા પ્રજાની પડખે રહીને તેમના પ્રશ્નોને વિધાનસભામાં વાચા આપી ઉકેલવા માટે કટિબદ્ધ રહેતા હતા. તેમના આવા આદર્શ વ્યક્તિત્વને યાદ કરી રાજ્યમંત્રી મેરજાએ ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..