મોરબીઃ મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા આજથી ત્રણ દિવસ મોરબીના પ્રવાસે છે. જેમાં તેઓ ધાર્મિક અને અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે. બ્રિજેશ મેરજા આજે સાંજે 6 કલાકે મોરબી પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તારીખ 24 સપ્ટેમ્બર ને શનિવારના રોજ સવારે 9 વાગ્યે ખોખરા હરિહરધામ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 11 વાગ્યે નાના જડેશ્વર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકે જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે રાજકોટ જિલ્લા કક્ષાના સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે.