મોરબી : નવરાત્રિના પર્વ નિમિત્તે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા આજે મોરબી જિલ્લાના પ્રવાસે છે. આજે રાત્રે ૮:૩૦ કલાકે સાંઇબાગ ચોક, ઉમા ટાઉનશિપ સામે “મા નવરાત્રી” મહોત્સવમાં, રાત્રે ૯:૦૦ કલાકે શક્તિધામ મંદિર, માધાપર ઓજી રોડ, કૃષ્ણ પાર્ક ખાતે “શક્તિધામ નવરાત્રી” મહોત્સવમાં, રાત્રે ૯:૩૦ કલાકે મા ઉમાનું આંગણું, રામકો રેસીડેન્સી ગ્રાઉન્ડ, લીલાપર રોડ ખાતે ઉમિયા નવરાત્રી મહોત્સવમાં, ૧૦:૦૦ કલાકે કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર રોડ ખાતે “સંકલ્પ નવરાત્રી” મહોત્સવમાં, રાત્રે ૧૦:૩૦ કલાકે રામેશ્વર ફાર્મ, નવજીવન સ્કૂલની બાજુમાં, મોરબી ખાતે “પાટીદાર નવરાત્રી” મહોત્સવમાં હાજરી આપશે.