મોરબી: મોરબી-માળીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રમ,રોજગાર, કૌશલ્ય,ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સવારે બ્રિજેશભાઈ મેરજાએ જન્માષ્ટમીની શોભાયાત્રામાં હાજરી આપી હતી. ત્યારબાદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સર્કિટ હાઉસ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વાલ્મીકિ સમાજના અગ્રણીઓ,ભીમસેના મોરબી જિલ્લાના પ્રમુખ અનિલભાઈ વાઘેલા તેમજ જુદા જુદા ગામનો સરપંચ,બદલી વાંછુંક અને નોકરી વાંછુંક જેવા અનેક અરજદારોને શાંતિથી સાંભળી તેઓના પ્રશ્નોને જે તે વિભાગમાં પહોંચાડવા અને નિકાલ માટેની સૂચના આપી હતી. ત્યારબાદ તેઓ કુંભારીયા ગામના સરપંચના માતાનું અવસાન થયું હોય એમને શાંત્વના આપવા કુંભારીયા ગામે ગયા હતા.