મોરબી : મોરબી શહેરમાં હાલમાં અનેક રસ્તાઓના કામ ચાલી રહ્યા છે ત્યારે ગાંધીચોક નજીક નવા બની રહેલા સીસી રોડના કામનું મોરબી - માળીયા વિસ્તારના ધારાસભ્ય અને રાજયમંત્રી કાંતિલાલ અમૃતિયાએ નિરીક્ષણ કરી અધિકારી અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચના આપી હતી.મહત્વનું છે કે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી મોરબીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજ્યમંત્રી કાંતિલાલની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ ફિલ્ડમાં ઉતરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.