સાંસદ વિનોદભાઈ ચાવડા અને મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં નવો બ્રિજ, રસ્તા અને ગટર યોજના સહિતના કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચમુખી હનુમાન, મોરબી-૨ ખાતે નવા બ્રિજ, રસ્તા અને ગટર યોજના સહિતના રૂ.૧૦૬.૬૫ કરોડના ૧૪ વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મોરબીના કાયાકલ્પનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સ્વચ્છ અને સુંદર મોરબી માટે સહકારની અપીલ: મંત્રી કાંતિલાલ અમૃતિયાકાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જે કામો માટે રજૂઆતો કરવી પડતી હતી તે હવે સરળતાથી થઈ રહ્યા છે. તેઓએ મહાપાલિકા કમિશનર સહિત તમામ સ્ટાફની કામગીરી બિરદાવી હતી. 500 કરોડના કામો મોરબીમાં ચાલુ છે અને આગામી બે વર્ષમાં વધુ વિકાસના કામો કરવામાં આવશે. શહેરમાં નવા બનેલા 4000 થી વધુ મકાનોમાં પાણી કે રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. અંતમાં તેમણે સરકાર અને મહાપાલિકાના પ્રયત્નો સાથે લોકોને પણ સ્વચ્છ અને સુંદર મોરબી બનાવવા એકજૂથ થઈને સહકાર આપવા અપીલ કરી હતી.ઇસ્ટ અને વેસ્ટ મોરબીને જોડતા બ્રિજથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે: મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરેમ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે અંદાજિત 106 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને 60 લાખના કામોનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે 250 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેના કારણે આ કાર્યો શક્ય બન્યા છે. મોરબીમાં કનેક્ટિવિટીના પ્રશ્નને હલ કરવા ઇસ્ટ અને વેસ્ટ વિસ્તારને જોડતા એક નવા બ્રિજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.મોરબીનું બજેટ 100 કરોડથી વધીને 1000 કરોડ થયું: સાંસદ વિનોદભાઈ ચાવડાસાંસદ વિનોદભાઈ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 105 કરોડથી વધુના ખર્ચે 14 કરતાં વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. સાથે જ સીસી રોડ અને બગીચાઓના કામો પણ હાથ ધરાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ શહેરનું બજેટ જે અગાઉ 100 કરોડ હતું તે વધીને 1000 કરોડથી વધુ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે દર બે-ત્રણ મહિને 100 થી 300 કરોડના વિકાસના કાર્યો થઈ રહ્યા છે, અને આવનારા સમયમાં મોરબી એકબઆધુનિક, સ્વચ્છ અને ટેકનોલોજીથી સજ્જ ઐતિહાસિક શહેર બનશે.ક્યાં કામોનું થયું ખાતમુહૂર્ત ?૧. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવાનું કામ (રકમ રૂ. ૩૫૭૯.૮૪ લાખ)૨. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એસ.પી. રોડ કોર્નરથી આલાપ પાર્ક સોસાયટી સુધી આઈકોનીક સી.સી. રોડ બનાવવાનું કામ (રકમ રૂ. ૫૩૮.૩૨ લાખ)૩. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નદીધર ડેવલોપમેન્ટનુ કામ (રકમ રૂ. ૧૭૬.૦૦ લાખ)૪. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહાનગરપાલિકાની પૂર્વ ઝોન ઓફીસ બનાવવાનું કામ (રકમ રૂ. ૨૫૪૪.૦૦ લાખ)૫. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નાની વાવડી પાસે એનિમલ હોસ્ટેલ બનાવવાનું કામ (રકમ રૂ. ૧૫૮.૦૦ લાખ)૬. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અમરેલી પાસે ફાયર સ્ટેશન બનાવવાનું કામ (રકમ રૂ. ૧૫૦૩.૦૦ લાખ)૭. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એસ.પી.રોડ પાસે ફાયર સ્ટેશન બનાવવાનું કામ (રકમ રૂ. ૧૦૪૭.૦૦ લાખ)૮. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ત્રાજપર પાસે મલેરિયા બિલ્ડીંગ બનાવવાનું કામ (રકમ રૂ. ૧૨૨.૦૦ લાખ)૯. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સબ જેલ પાસે એનિમલ હોસ્ટેલ બનાવવાનું કામ (રકમ રૂ. ૧૬૧.૦૦ લાખ)૧૦. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કન્યા છાત્રાલય રોડ પર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રકમ રૂ. ૧૨૫.૧૫ લાખ)૧૧. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વીસીપરા મેઈન રોડ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રકમ રૂ. ૧૨૦.૫૮ લાખ)૧૨. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ શેરી નં ૧ થી ૧૩ માં ડ્રેનેજ નાખવાનું કામ (રકમ રૂ. ૫૩૭.૦૦ લાખ)૧૩. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રબારીવાસ પર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ (રકમ રૂ. ૩૨.૨૨ લાખ)૧૪. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવલખી રોડથી શ્રધ્ધા પાર્ક સુધી સ્ટ્રીટ લાઈટનું કામ (રકમ રૂ. ૨૧.૪૦ લાખ) #Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #KantilalAmrutiya #VinodbhaiChavda #MorbiDevelopment #SwachhMorbi #MorbiCity #DevelopmentWorks #MorbiMahanagarPalika