સર્કિટ હાઉસથી બાપા સીતારામ ચોક સુધી ભવ્ય કાર રેલી નીકળશે મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નવા મંત્રીમંડળમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ ઓફિસનો ચાર્જ પણ સંભાળી લીધો છે. મંત્રી બન્યા પછી કાંતિભાઈ અમૃતિયા દિવાળીના દિવસે આવતીકાલે તા. 20-10-2025 ને સોમવારે પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે સોમવારે કાંતિભાઈ અમૃતિયાનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાના અભિવાદન માટે 250 કાર સાથેની રેલી નીકળશે. રેલીની શરૂઆત સાંજે 4.00 કલાકે સર્કિટ હાઉસથી થશે. ત્યાંથી રેલી 4.20 કલાકે વીસી ફાટક નજીક પહોંચશે. ત્યાંથી અંદાજે 4.45 કલાકે ગાંધીચોક મહાનગરપાલિકા, અંદાજે 5.00 કલાકે જયદીપ કોર્પોરેશન, અંદાજે 5.20 કલાકે નવા બસ સ્ટેન્ડ સામે, અંદાજે 5. 40 કલાકે ઉમિયા સર્કલ, અંદાજે 6.00 કલાકે રવાપર ચાર રસ્તા, અંદાજે 6.15 કલાકે બાપા સીતારામ ચોક ખાતે સમાપન થશે. તમામ જગ્યાએ અભિવાદન કરવામાં આવશે. સમગ્ર કાર રેલી રૂટ સંપન્ન થયા બાદ ઉમા ટાઉનશિપ, મોરબી-2 મુકામે કાંતિભાઈ અમૃતિયાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. આ સમગ્ર આયોજન અભિવાદન સમિતિ મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.