મોરબી: ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તેમજ 65-મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કેન્સરની ગંભીર બીમારીને હરાવીને સ્વસ્થ થઈને પ્રથમ વખત મોરબી પરત ફર્યા છે. મોરબીની જનતા દ્વારા તેમના સ્વાસ્થ્ય માટે ઠેર-ઠેર હનુમાન ચાલીસાના પાઠ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, ત્યારે હવે તેઓ સ્વસ્થ થઈને પરત ફરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઋણ સ્વીકાર અને ભવ્ય સ્વાગત-સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આજે સૌપ્રથમ કાંતિ અમૃતિયાએ ઉમા ટાઉનશીપ ખાતે ઉમિયા માતાના મંદિરે આરતી કરી હતી અને ત્યારબાદ રામ મહેલ મંદિર પાસે પૂજા અર્ચના કરી હતી. આ ધાર્મિક દર્શન બાદ હવે મોરબીના દરબારગઢથી તેમની ભવ્ય સન્માન રેલીની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. આ ઐતિહાસિક રેલીમાં 7 બગીઓ અને મોટી સંખ્યામાં કારનો કાફલો અને નાસિકના પ્રખ્યાત બેન્ડની રમઝટ ભારે આકર્ષણ જમાવી રહી છે.ઉપરાંત મંત્રી કાંતિલાલને હાથીની અંબાડીએ બેસાડવામાં આવ્યા છે. દરબારગઢથી પ્રસ્થાન થયેલી આ રેલી ગ્રીન ચોક, નગર દરવાજા (નેહરુ ગેટ), આંબેડકર પ્રતિમા, મોરબી મહાનગરપાલિકા, શહેર ભાજપ કાર્યાલય અને ચકિયા હનુમાન મંદિર થઈને રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે પહોંચશે, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવશે. રેલીના સમાપન બાદ રાત્રે બાપા સીતારામ ચોક ખાતે એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કાંતિ અમૃતિયાના સ્વાગત માટે યોજાયેલી આ રેલી અને સભામાં પૂર્વ મંત્રી જ્યંતી કવાડિયા, ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે, લાખા જારીયા, જેઠા મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ ઋષિપ કૈલા, મહામંત્રી ભુપત જારીયા, ભાવેશ કંજારીયા સહિતના વિવિધ આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉત્સાહભેર જોડાયા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #KantiAmrutiya #BJP #Gujarat #MorbiCity #WelcomeRally #MorbiMLA #GujaratPolitics #HealthVictory #PublicMeeting