મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં આજે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ભાજપના હોદેદારો સાથે બેઠક યોજી અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને લાભાર્થીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મોરબી વિધાનસભા વિસ્તારની બેઠક મયુર ડેરી ખાતે યોજાઇ હતો. જેમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મીયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, જુદા જુદા મંડળના અને મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા.